શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલે પ્લે-ઑફ રાઉન્ડની સુપર શરૂઆત થઈ હતી. સીઝનની ટૉપ ટૂ ટીમો, સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સ વચ્ચેનો જંગ જબરો રોમાંચક રહ્યો હતો અને ટાઇ થયો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલે પ્લે-ઑફ રાઉન્ડની સુપર શરૂઆત થઈ હતી. સીઝનની ટૉપ ટૂ ટીમો, સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સ વચ્ચેનો જંગ જબરો રોમાંચક રહ્યો હતો અને ટાઇ થયો હતો. વિજેતા નક્કી કરવા સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો જેમાં વિમલ વિક્ટર્સે જીત મેળવીને સીધો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સીઝનની નંબર વન અને અત્યાર સુધી એક પણ મૅચ ન હારનાર સ્કૉર્ચર્સે હવે ફાઇનલ પ્રવેશ માટે ક્વૉલિફાયર ટૂમાં અમ્પાયર્સ વૉરિયર્સ સામે જંગે ચડવું પડશે. એલિમિનેટરમાં પણ છેલ્લી ઓવર સુધી ટક્કર જામી હતી. અમ્પાયર્સ વૉરિયર્સે ૪ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે RSS વૉરિયર્સને હરાવીને સેમી-ફાઇનલ સમા ક્વૉલિફાયર ટૂમાં પ્રવેશ કર્યો હતો. ક્વૉલિફાયર ટૂ સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે રમાશે અને ફાઇનલ રવિવારે, ૨૨ માર્ચે સાંજે રમાશે.
ક્વૉલિફાયર વન : સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૧ રન–પલક સાવલા ૪૪ બૉલમાં ૫૩, મયંક ગડા ૧૯ બૉલમાં ૩૨, રોમલ ગડા ૨૨ બૉલમાં ૨૩ અને ધવલ ગડા ૧૭ બૉલમાં ૨૧ રન. જેન વિસરિયા બે તથા ચિરાગ નિશર અને અભિષક ફરિયા એક-એક વિકેટ) સામે વિમલ વિક્ટર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૧ રન – અભિષેક ફરિયા ૫૫ બૉલમાં ૭૯, ચિરાગ નિશર ૨૮ બૉલમાં ૪૧ અને અંકિત ગાલા ૧૪ બૉલમાં ૧૪ રન. રાહુલ ગાલા અને સંજય ચરલા બે-બે તથા જેનિલ ગડા અને દીપેશ ગિન્દ્રા એક-એક વિકેટ)નો સુપર ઓવરમાં વિજય. મૅન ઑફ ધ મૅચ : વિમલ વિક્ટર્સનો અભિષેક ફરિયા (૫૫ બૉલમાં ૭૯ રન અને એક વિકેટ).
એલિમિનેટર : RSS વૉરિયર્સ (૧૯.૧ ઓવરમાં ૧૧૩ ૨નમાં ઑલઆઉટ – મિહિર બૌવા ૨૮ બૉલમાં ૨૩, પારસ વિસરિયા ૨૬ બૉલમાં ૧૯, ભાવિન ગડા ૧૦ બૉલમાં ૧૪ અને ભવ્ય છેડા ૭ બૉલમાં ૧૩ રન. રસિક સત્રા અને પાર્થ શાહ ૩-૩ તથા ધૈર્ય છેડા બે વિકેટ) સામે અમ્પાયર્સ વૉરિયર્સ (૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૬ રન – ઊર્મિલ વિસરિયા ૨૯ બૉલમાં ૩૨, જૈનમ ગડા ૩૦ બૉલમાં ૨૪, પવન રીટા ૧૮ બૉલમાં ૧૯ અને પાર્થ શાહ ૧૨ બૉલમાં ૧૩ રન. મિહિર બૌવા બે તથા રોમિલ શાહ અને વિવેક ગાલા એક-એક વિકેટ)નો પાંચ વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચ : અમ્પાયર્સ વૉરિયર્સનો પાર્થ શાહ (૩ વિકેટ, ૧૨ બૉલમાં અણનમ ૧૩ રન અને એક કૅચ).
