Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ

આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ

Published : 02 November, 2026 03:10 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ નવેમ્બર સુધી ૨૦૫ દેશોના ૧૪થી ૧૭ વર્ષની વયના આશરે ૨૭૦૦ પ્લેયર્સ ૨૫ સ્પોર્ટ્‌સની ૧૫૩ ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના ૧૭ પ્લેયર્સ ૧૩ રમતોમાં ભાગ લેશે. 

આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ

આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ


આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડકારમાં ચોથી યુથ ઑલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. ૧૩ નવેમ્બર સુધી ૨૦૫ દેશોના ૧૪થી ૧૭ વર્ષની વયના આશરે ૨૭૦૦ પ્લેયર્સ ૨૫ સ્પોર્ટ્‌સની ૧૫૩ ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના ૧૭ પ્લેયર્સ ૧૩ રમતોમાં ભાગ લેશે. 
આફ્રિકામાં યોજાયેલી આ પ્રથમ ઑલિમ્પિક્સ છે. આ ઇન્ટરનૅશનલ રમતગમત સ્પર્ધાઓમાં આફ્રિકા ખંડની મોટી ભૂમિકા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઓપનિંગ સેરેમનીમાં સેંકડો ડ્રમવાદકો અને ડાન્સર્સે સેનેગલી અને આફ્રિકન સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી ૧૬ વર્ષની કર્ણાટકની સ્વિમર ધિનિધિ દેશિંગુ અને વિરારનો ૧૭ વર્ષનો ગુજરાતી બૅડ્‌મિન્ટન પ્લેયર દેવ રૂપારેલિયા ફ્લૅગબેરર બન્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 03:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK