Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૭૪૦ શબ્દોના નિવેદનમાં પોર્ટુગલના કોચ પર વચન તોડવાનો આરોપ મૂક્યો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૭૪૦ શબ્દોના નિવેદનમાં પોર્ટુગલના કોચ પર વચન તોડવાનો આરોપ મૂક્યો

Published : 08 October, 2026 04:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોનાલ્ડોએ નિવૃત્તિ ન લેવાની પુષ્ટિ કરી, કૅમ્પ છોડવા બદલ સજા ભોગવવાની તૈયારી દર્શાવી

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૭૪૦ શબ્દોના નિવેદનમાં પોર્ટુગલના કોચ પર વચન તોડવાનો આરોપ મૂક્યો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૭૪૦ શબ્દોના નિવેદનમાં પોર્ટુગલના કોચ પર વચન તોડવાનો આરોપ મૂક્યો


પોર્ટુગલના કૅપ્ટન ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ UEFA નેશન્સ લીગ દરમ્યાન રાષ્ટ્રીય ટીમનો કૅમ્પ છોડવાનું કારણ સમજાવતા ૧૭૪૦ શબ્દોના નિવેદનમાં નવા હેડ કોચ જ્યૉર્જ જીસસ પર બે વખત વચનથી ફરી જવાનો આરોપ મૂક્યો. 
રોનાલ્ડોએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘હું મારી રાષ્ટ્રીય ટીમ માટે રમવા અને જીતવા માટે ઉપલબ્ધ રહીશ. કૅમ્પ છોડવા બદલ હું સજા ભોગવવા તૈયાર છું. હું મારા ફૅન્સને વચન આપું છું કે મારા માટે એક કે એથી વધુ વિદાયમૅચો યોજાશે. એનો સમય આવશે.’
UEFA નેશન્સ લીગમાં સપ્ટેમ્બરના અંતમાં વેલ્સ અને નૉર્વે સામેની મૅચમાં ન રમાડતાં  રોનાલ્ડોએ ડેન્માર્ક સામેની મૅચ પહેલાં કૅમ્પ છોડ્યો હતો.
રોનાલ્ડો કહે છે, ‘નૉર્વે સામેની મૅચમાં તેણે મને ૩૦ મિનિટ સુધી રમાડવાનું વચન આપ્યું હતું પરંતુ વૉર્મ-અપ કરાવ્યા છતાં મને મેદાન પર ઉતાર્યો નહોતો. એ ઘટના પછી જ્યૉર્જ જીસસે પ્રેસ-કૉન્ફરન્સમાં મારા પક્ષમાં ૮ મુદ્દા વિશે બોલવાનું વચન આપ્યું પણ એ પણ તોડ્યું. મેં ફરી એક વાર વચનભંગની રાહ જોવાને બદલે કૅમ્પ છોડી દેવાનું નક્કી કર્યું. મારા માટે માનવીય સંબંધોમાં સત્ય એ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. ભલે એ ગમે તેટલું અપ્રિય હોય, મને બસ સત્ય કહો.’
આઠ મુદ્દાઓમાંથી એક મુદ્દામાં એવો ઉલ્લેખ હતો કે ‘જ્યૉર્જ જીસસે નિવેદન આપવું પડશે કે પેલે કે મૅરડૉના જેવા મહાન ખેલાડી (રોનાલ્ડો)ને વૉર્મ-અપ કરાવ્યા પછી મૅચમાં ન રમાડવો એ મારી ભૂલ હતી. જો આજે મારે આવું કરવાનું હોય તો હું એમ ન કરું.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK