એશિયન ગેમ્સ ૨૦૨૬માં ટેકબૉલના ડેબ્યુમાં ભારતની ક્વિમ્સી ડિસોઝા અને મોહમ્મદ અનસ ઇમરાન બેગ બ્રૉન્ઝ મેડલથી ચૂકી ગયાં. ક્વિમ્સી મહિલા સિંગલ્સમાં અને બન્ને મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મૅચ હારી ગયાં હતાં.
બ્રૉન્ઝ મેડલ મૅચમાં હારથી નિરાશ જોવા મળ્યાં બન્ને ભારતીય ટેકબૉલ પ્લેયર્સ.
એશિયન ગેમ્સ 2026માં ફુટબૉલ અને ટેબલ ટેનિસના મિશ્રણવાળી ટેકબૉલ રમતે ડેબ્યુ કર્યું હતું. આ ઇવેન્ટમાં ભારત મહિલા સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સની સેમી-ફાઇનલમાં હારીને બ્રૉન્ઝ મેડલની મૅચ સુધી પહોંચ્યું હતું. જોકે બ્રૉન્ઝ મેડલ મૅચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.
૨૪ વર્ષની ક્વિમ્સી ડિસોઝા બ્રૉન્ઝ મેડલ મૅચમાં જપાનની હરીફ સામે ૧૧-૧૨, ૧૧-૧૨થી હારીને પોડિયમ ફિનિશથી વંચિત રહી ગઈ હતી. મિક્સ્ડ ડબલ્સ મૅચમાં ક્વિમ્સી અને મોહમ્મદ અનસ ઇમરાન બેગને વિયેતનામની જોડી સામે સીધા સેટમાં ૯-૧૨, ૬-૧૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ખેલાડીઓ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યાં હતાં.
ઑલિમ્પિક્સ કરતાં એશિયન ગેમ્સમાં ખેલાડીઓની સંખ્યા વધારે
ADVERTISEMENT
વર્લ્ડ લેવલની ઑલિમ્પિક્સ કરતાં એશિયન ગેમ્સમાં ખેલાડીઓની સંખ્યા વધારે જોવા મળે છે. પૅરિસ ઑલિમ્પિક્સ 2024ના ૧૦,૫૦૦ ખેલાડીની સરખામણીમાં એશિયન ગેમ્સ 2026માં ૧૧ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, કારણ કે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC) ગેમ્સના એકંદર કદ અને ખર્ચને નિયંત્રણમાં રાખવા માટે ક્વોટા નક્કી કરીને ઑલિમ્પિક્સમાં ખેલાડીઓની સંખ્યા મર્યાદિત રાખે છે.
