પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી વન-ડે મૅચમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર માઇકલ વૉન કૉમેન્ટરી કરી રહ્યા હતા.
વસીમ અકરમ, માઇકલ વૉન
ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ ભારત ઉપરાંત અન્ય દેશના ક્રિકેટ દિગ્ગજો પણ ભારતીય ટીમની ક્ષમતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી વન-ડે મૅચમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર માઇકલ વૉન કૉમેન્ટરી કરી રહ્યા હતા.
કૉમેન્ટરી દરમ્યાન વૉને સૂચવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ-સિરીઝ રમાવી જોઈએ. અકરમે પણ આ સૂચનની પ્રશંસા કરી અને કહ્યું એ ચોક્કસપણે મોટી સિરીઝ બનશે, એ ક્રિકેટની રમત અને બન્ને દેશો માટે સારું રહેશે.
ADVERTISEMENT
વાતચીત દરમ્યાન જ વૉને કહ્યું કે પાકિસ્તાન હવે સ્પિનરો માટે અનુકૂળ પિચો પર ભારતને હરાવી શકે છે. અકરમ પણ તેની વાત સાથે સહમત થતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે પાકિસ્તાન પાસે ટેસ્ટમાં સ્પિન-ટ્રૅક પર ભારતને હરાવવાની સારી તક છે.