બાવીસ માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કરથી IPLની શરૂઆત થશે.
વિરાટ કોહલીનો નવો સ્ટાઇલિશ લુક ધૂમ મચાવી રહ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન પહેલાં ૧૮ નંબરની જર્સી પહેરતા વિરાટ કોહલીનો નવો સ્ટાઇલિશ લુક ધૂમ મચાવી રહ્યો છે. નવી સાઇડ ફેડ હેરસ્ટાઇલ અને પર્ફેક્ટ દાઢી સાથેના લુકમાં વિરાટ કોહલી IPL અને અન્ય બ્રૅન્ડ માટે પત્ની અનુષ્કા શર્મા સાથે દુબઈમાં ઍડ શૂટ કરી રહ્યો હતો. બાવીસ માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કરથી IPLની શરૂઆત થશે.

