ઇંગ્લૅન્ડની ટીમને સેમી ફાઇનલમાં નવ વિકેટે હરાવી દીધી આૅસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં
ફાઇનલમાં પ્રવેશ બાદ અત્યંત ઉત્સાહિત ભારતીય મહિલા ટીમ.
મલેશિયામાં બીજી ફેબ્રુઆરીએ અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટક્કર થશે. ગઈ કાલે ટુર્નામેન્ટની બીજી સીઝનની પહેલી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ પહેલી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બીજી સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડને નવ વિકેટે હરાવીને ભારતીય ટીમ સતત બીજી વાર ફાઇનલિસ્ટ બની હતી. ભારત ૨૦૨૩માં ઇંગ્લૅન્ડને ફાઇનલમાં હરાવીને આ ટુર્નામેન્ટની પહેલી ચૅમ્પિયન ટીમ બની હતી.
બીજી વાર સેમી ફાઇનલ રમી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૦૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટના નુકસાન સાથે ચેઝ કરી બતાવ્યો હતો. પહેલી સીઝનમાં ઑસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
બીજી સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૩ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે માત્ર એક વિકેટના નુકસાન સાથે ૧૫ ઓવરમાં ૧૧૭ રન ફટકારી દીધા હતા.

