ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથે એશિયામાં પોતાની કૅપ્ટન્સીમાં પાંચમી ટેસ્ટ-મૅચ જીતીને આ ખંડમાં ઑસ્ટ્રેલિયાને સૌથી વધુ ટેસ્ટ-મૅચ જિતાડવાના રિકી પૉન્ટિંગના રેકૉર્ડની પણ બરાબરી કરી છે.
ધનંજય ડિસિલ્વાનો કૅચ પકડ્યા બાદ ઍલેક્સ કૅરી સાથે સ્ટીવ સ્મિથ.
શ્રીલંકાની બીજી ઇનિંગ્સ દરમ્યાન સ્ટીવ સ્મિથે કુસલ મેન્ડિસનો શૉર્ટ સ્ક્વેર લેગ પર કૅચ પકડ્યો હતો. સ્પિનર નૅથન લાયનની ઓવરમાં પકડેલો આ કૅચ સ્ટીવ સ્મિથનો ટેસ્ટ-ક્રિકેટમાં ૨૦૦મો કૅચ હતો. તે ટેસ્ટ-ક્રિકેટમાં ૨૦૦ કૅચ પકડનાર નૉન-વિકેટકીપર ફીલ્ડરના લિસ્ટમાં પહેલો ઑસ્ટ્રેલિયન અને ઓવરઑલ પાંચમો ક્રિકેટર બન્યો છે. ૨૨૧ ઇનિંગ્સમાં જ આ કમાલ કરીને ૨૦૦ ટેસ્ટ-કૅચ પકડનાર ફાસ્ટેસ્ટ ફીલ્ડર બન્યો છે. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથે એશિયામાં પોતાની કૅપ્ટન્સીમાં પાંચમી ટેસ્ટ-મૅચ જીતીને આ ખંડમાં ઑસ્ટ્રેલિયાને સૌથી વધુ ટેસ્ટ-મૅચ જિતાડવાના રિકી પૉન્ટિંગના રેકૉર્ડની પણ બરાબરી કરી છે.


