જોકે અજિત આગરકર અને રોહિત શર્માના મનમાં બીજું જ કંઈક હતું
ચીફ સિલેક્ટર અજિત આગરકર અને કૅપ્ટન રોહિત શર્મા
ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે અને સાથે ઘણા બધા વિવાદ પણ લેતી આવી છે. સૌથી મોટો વિવાદ વાઇસ-કૅપ્ટનની પસંદગીને લીધે ઊભો થયો છે. ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને બદલે અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો એ પછી હવે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પણ તેને સાઇડલાઇન કરીને શુભમન ગિલને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ પછી એવી વાતો ઊપડી છે કે હેડ કોચ ગૌતમ ગંભીર તો હાર્દિકને જ વાઇસ-કૅપ્ટન બનાવવા માગતો હતો, પણ ચીફ સિલેક્ટર અજિત આગરકર અને કૅપ્ટન રોહિત શર્મા નહોતા ઇચ્છતા કે હાર્દિકને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવે. પરિણામે ઑસ્ટ્રેલિયા ટૂરમાં નિષ્ફળ રહેવા છતાં શુભમન ગિલને કારકિર્દીની એક મોટી ગિફ્ટ મળી છે.