ઇન્જરીનો સામનો કરી રહેલા આ બોલર્સના બૅકઅપ તરીકે ૩૩ વર્ષના શાર્દૂલની ટીમમાં સામેલ કરવાની યોજના બની રહી હોય એવી સંભાવના છે.
પ્રૅક્ટિસ દરમ્યાન શાર્દૂલ ઠાકુર.
મુંબઈની રણજી ટીમ માટે ધમાકેદાર પ્રદર્શન કરનાર શાર્દૂલ ઠાકુર IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતો જોવા મળી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સનો આ ભૂતપૂર્વ પ્લેયર મેગા ઑક્શનમાં બે કરોડની બેઝ પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યો હતો. હાલમાં તે લખનઉના કૅમ્પમાં ફ્રૅન્ચાઇઝીની કિટ સાથે બોલિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
જોકે ફ્રૅન્ચાઇઝીએ આ ઑલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કરવા વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. લખનઉની ફ્રૅન્ચાઇઝીના ફાસ્ટ બોલર મયંક યાદવ, મોહસીન ખાન અને આવેશ ખાન હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી. ઇન્જરીનો સામનો કરી રહેલા આ બોલર્સના બૅકઅપ તરીકે ૩૩ વર્ષના શાર્દૂલની ટીમમાં સામેલ કરવાની યોજના બની રહી હોય એવી સંભાવના છે.

