બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસને ગઈ કાલે સ્વીકાર કર્યો હતો કે તાજેતરમાં ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે રમાયેલા T20 વર્લ્ડ કપમાં બંગલાદેશે કરેલો બહિષ્કાર એ સોથી મોટું બ્લન્ડર હતું.
ગઈ કાલે મુંબઈમાં યુરોપિયન T20 લીગની જર્સી લૉન્ચ કરવાના કાર્યક્રમમાં શાકિબ-અલ-હસન. તસવીર : અતુલ કાંબળે
બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસને ગઈ કાલે સ્વીકાર કર્યો હતો કે તાજેતરમાં ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે રમાયેલા T20 વર્લ્ડ કપમાં બંગલાદેશે કરેલો બહિષ્કાર એ સોથી મોટું બ્લન્ડર હતું. બંગલાદેશના બહિષ્કાર બાદ ટુર્નામેન્ટમાં સ્કૉટલૅન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જૂનમાં સ્કૉટલૅન્ડમાં રમાનારી યુરોપિયન T20 લીગની પ્રથમ સીઝન માટેની પાંચેય ટીમની જર્સી-લૉન્ચના કાર્યક્રમમાં શાકિબે કહ્યું હતું કે ‘અમે ક્રિકેટપ્રેમી છીએ અને બંગલાદેશ જેવો દેશ જો વર્લ્ડ કપમાં સામેલ ન થાય એ મોટું બ્લન્ડર હતું કેમ કે સરકારે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને લીધે કદાચ બન્ને દેશ વચ્ચેના સંબંધો પર પણ અસર થઈ શકે છે, પણ યોગ્ય પ્રયાસ થાય અને બન્નેની એકબીજાના દેશમાં એકાદ-બે સિરીઝ ગોઠાવાય તો ધીમે-ધીમે બધું સમુંસૂતરું થઈ શકે છે.’
બંગલાદેશમાં બળવા બાદ સલામતીના કારણસર શાકિબ તેના દેશમાં પાછો ફર્યો નથી.
