રાજસ્થાન રૉયલ્સના મીડિયમ ફાસ્ટ બોલર સંદીપ શર્માએ બુધવારે એક અનિચ્છનીય રેકૉર્ડની બરાબરી કરી હતી. તેણે IPLમાં સૌથી લાંબી અગિયાર બૉલની ઓવર ફેંકવામાં ફાસ્ટ બોલર્સ શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને તુષાર દેશપાંડેના રેકૉર્ડની બરાબરી કરી હતી.
સંદીપ શર્મા
રાજસ્થાન રૉયલ્સના મીડિયમ ફાસ્ટ બોલર સંદીપ શર્માએ બુધવારે એક અનિચ્છનીય રેકૉર્ડની બરાબરી કરી હતી. તેણે IPLમાં સૌથી લાંબી અગિયાર બૉલની ઓવર ફેંકવામાં ફાસ્ટ બોલર્સ શાર્દૂલ ઠાકુર (૨૦૨૫), મોહમ્મદ સિરાજ (૨૦૨૩) અને તુષાર દેશપાંડે (૨૦૨૩)ના રેકૉર્ડની બરાબરી કરી હતી.
દિલ્હી કૅપિટલ્સ સામે વીસમી ઓવરમાં તેણે કુલ ૧૧ બૉલ ફેંક્યા હતા જેમાં તેણે ચાર વાઇડ બૉલ અને એક નો-બૉલ ફેંક્યો હતો. આ ઓવરમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી દિલ્હીના બૅટર્સે ૧૯ રન ફટકાર્યા હતા. સંદીપે પોતાની સ્પેલની ચોથી ઓવર પહેલાં પહેલી ત્રણ ઓવરમાં માત્ર ૧૪ રન આપ્યા હતા. જોકે છેલ્લી ઓવર બાદ તે કુલ ૩૩ રન આપીને વિકેટલેસ રહ્યો હતો.


