૨૦૨૩માં વન-ડેના વર્લ્ડ કપ સહિત મોટા ભાગના મુકાબલા ગુમાવશે
રિષભ પંત
વિકેટકીપર-બૅટર રિષભ પંત ૩૦ ડિસેમ્બરે કાર-ઍક્સિડન્ટ પછી જમણા ઘૂંટણના પહેલા ઑપરેશન પછી થોડો ચાલી શકે છે, પરંતુ તેણે હવે દોઢેક મહિના પછી એ જ ઘૂંટણ પર બીજી સર્જરી કરાવવી પડશે. તેણે સાત જાન્યુઆરીએ અંધેરીમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં જગવિખ્યાત સર્જ્યન ડૉ. દિનશા પારડીવાલા પાસે ઘૂંટણમાં ત્રણમાંથી બે લિગામેન્ટની સર્જરી કરાવી હતી અને હવે ત્રીજી સર્જરી ૬ અઠવાડિયાં પછી કરવામાં આવશે.
પંત ૬ મહિના તો નહીં જ રમી શકે એટલે ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટેના સિલેક્શનમાં તેની ગેરહાજરી જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પંત આ વર્ષની આઇપીએલ નહીં રમી શકે : ગાંગુલી
સિલેક્ટર્સે ઑસ્ટ્રેલિયા સામે આવતા મહિને શરૂ થનારી ટેસ્ટ-સિરીઝની પહેલી બે મૅચ માટે જાહેર કરેલી ટીમમાં પંતના સ્થાને વિકેટકીપર-બૅટર ઈશાન કિશન અને બીજા વિકેટકીપર-બૅટર કે. એસ. ભરતનો સમાવેશ કર્યો છે. આવતા અઠવાડિયે ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ માટેની ટીમમાં પણ કિશન અને ભરત વચ્ચે હરીફાઈ જોવા મળશે.
રિષભ પંતની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટમાં ઈશાન કિશન વિકેટકીપરના સ્થાન માટે મુખ્ય દાવેદાર કહી શકાય. કિશન લેફ્ટ-હૅન્ડ બૅટર છે એટલે પંતનો તે પર્ફેક્ટ વિકલ્પ
બની શકે. મોહમ્મદ અઝહરુદ્દીન


