પાકિસ્તાન હંમેશાં ક્રિકેટના મેદાનની અંદર અને બહાર એની મૂર્ખતા માટે જાણીતું રહ્યું છે, પરંતુ એ ક્યારેય પોતાના સ્તરમાં સુધારો કરવાનો પ્રયાસ કરતું નથી
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલું ચૅમ્પિયન્સ ટ્રોફીનું પોસ્ટર.
પાકિસ્તાન હંમેશાં ક્રિકેટના મેદાનની અંદર અને બહાર એની મૂર્ખતા માટે જાણીતું રહ્યું છે, પરંતુ એ ક્યારેય પોતાના સ્તરમાં સુધારો કરવાનો પ્રયાસ કરતું નથી. ચૅમ્પિયન્સ ટ્રોફીની મેગા ઇવેન્ટ પહેલાં પાકિસ્તાન મૅનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી એક મોટી ભૂલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. પાકિસ્તાનમાં લગાવાયેલા એક વિશાળ પોસ્ટરમાં ભારત, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના પ્લેયરોની સાથે વેસ્ટ ઇન્ડીઝના એક પ્લેયરનો ફોટો જોવા મળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય પણ નથી થયું. આ પોસ્ટર વાઇરલ થવાથી ચૅમ્પિયન્સ ટ્રોફીના યજમાનની સોશ્યલ મીડિયા પર મજાક ઊડી રહી છે.

