ગયા મહિને ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ દરમ્યાન નીતીશને ઇન્જરીનો સામનો કરવો પડ્યો હતો. સંપૂર્ણ ફિટ થવા માટે ૨૧ વર્ષના નીતીશને ઑલમોસ્ટ પાંચ અઠવાડિયાંનો સમય લાગ્યો છે.
નીતીશ કુમાર રેડ્ડી
IPL 2024ના ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ નીતીશ કુમાર રેડ્ડી આગામી સીઝન માટે ફિટ થઈ ગયો છે. યો-યો ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ નીતીશને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જોડાવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. બૅન્ગલોરમાં BCCI સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે મેડિકલ ટીમે પહેલી જ મૅચથી IPL 2025માં રમવા માટે તેને લીલી ઝંડી આપી દીધી છે. ગયા મહિને ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ દરમ્યાન નીતીશને ઇન્જરીનો સામનો કરવો પડ્યો હતો. સંપૂર્ણ ફિટ થવા માટે ૨૧ વર્ષના નીતીશને ઑલમોસ્ટ પાંચ અઠવાડિયાંનો સમય લાગ્યો છે.


