શ્રી કચ્છી રાજગોર સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગયા રવિવારે ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ સીઝન જબરદસ્ત રોમાંચક રહી હતી.
શ્રી કચ્છી રાજગોર સમાજ
શ્રી કચ્છી રાજગોર સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગયા રવિવારે ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ સીઝન જબરદસ્ત રોમાંચક રહી હતી. દહિસર (ઈસ્ટ)માં ઘરટનપાડામાં આવેલા ભોઈર ગાર્ડનમાં યોજાયેલી આ કચ્છી રાજગોર ટર્ફ ચૅમ્પિયનશિપ લીગ–સીઝન વનમાં ઑક્શન પદ્ધતિથી પુરુષોની ૮ (JD સુપરનોવાસ, હરી’સ પંચ, ફિયરલેસ બ્રધર્સ, GFC સ્ટ્રાઇકર્સ, ભ્રમ્તેજ ડોમ્બિવલી, રાજગોર ટાઇટન્સ, તેજસ્વી ટાઇગર્સ અને ધ સ્લૉગ મૉન્સ્ટર્સ) અને મહિલાઓની ચાર (શ્રી કચ્છી રાજગોર સખી વૃંદ મુંબઈ, રાજગોર સહિયર, ઘાટકોપર ક્વીન્સ અને રાઇઝિંગ સુપર વુમન્સ) ટીમો સામેલ કરવામાં આવી હતી. સંઘર્ષમય મુકાબલાઓ બાદ પુરુષોમાં GFC સ્ટ્રાઇકર્સ અને હરી’સ પંચ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાંચક ફાઇનલમાં GFC સ્ટ્રાઇકર્સ ચૅમ્પિયન બની હતી. વ્યક્તિગત અવૉર્ડ્સમાં હાર્દિક મહેતા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, અનુજ જોશી બેસ્ટ બૅટર, પ્રશાંત (બિટ્ટુ) બેસ્ટ બોલર અને આદિત્ય ગોર બેસ્ટ ફીલ્ડર જાહેર થયા હતા.
રાજગોર ટર્ફ મહિલા લીગની ફાઇનલમાં રાજગોર સહિયર ટીમને હરાવીને શ્રી કચ્છી રાજગોર સખી વૃંદ મુંબઈ ટીમ ચૅમ્પિયન બની હતી.
રાઇઝિંગ વેવ્સ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટને માણવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું યુટ્યુબ પર પણ લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.


