Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kutchi Community

લેખ

જૈન રૅલી

જૈનોની એકતા અને આક્રમકતાનું જબરદસ્ત પ્રદર્શન

પાર્લા-ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રૅલીમાં ૨૫,૦૦૦ જૈનો ઊમટ્યા : તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ

21 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યા બાદ સ્થાનિક જૈનો આ સ્થળે બે દિવસથી જઈને પૂજા-અર્ચના કરવાની સાથે તોડફોડ બાદ સાફસફાઈ કરી રહ્યા છે.

આજે ૧૦,૦૦૦ જૈનોની અહિંસા રૅલી

વિલે પાર્લેના ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવા સામેનો આક્રોશ ચરમસીમાએ

20 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી કચ્છી રાજગોર સમાજ

કચ્છી રાજગોર સમાજ દ્વારા આયોજિત ટર્ફ ક્રિકેટની પ્રથમ સીઝનને જબરદસ્ત પ્રતિસાદ

શ્રી કચ્છી રાજગોર સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગયા રવિવારે ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ સીઝન જબરદસ્ત રોમાંચક રહી હતી.

18 April, 2025 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિધમ મામણિયા

૧૩ વર્ષની આ કચ્છી ગર્લનો આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં પહેલો ઇન્ટરનૅશનલ વિજય

૬ વર્ષથી નૅશનલ ચૅમ્પિયન રહેલી રિધમ મામણિયાએ તાઇવાન આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ઓપનમાં સોલો ફ્રી ડાન્સ કૅડેટ ફીમેલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, મુંબઈમાં એ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ છતાં તે પોતાની ટૅલન્ટને સાબિત કરી શકવા સમર્થ રહી છે

16 April, 2025 07:29 IST | Mumbai | Jigisha Jain

ફોટા

કન્યાદાનમાં ગાયનાં પુસ્તકો પણ અપાયાં હતાં.

કેવાં રહ્યાં ગૌઆધારિત, સા​ત્ત્વિક લગ્ન?

ગાયના છાણનું ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, લગ્નવિધિમાં વચ્ચેથી કોઈ ઊભું ન થયું, બુફેના જમાનામાં પંગતમાં બેસીને સૌ જમ્યા કચ્છમાં નાની નાગલપર ગામે ગઈ કાલે થયેલા ગૌઆધારિત લગ્નપ્રસંગમાં સાજનમાજન અભિભૂત થયા હતા. મેઘજી હીરાણીની દીકરી દીપિકાનાં લગ્ન રાજેશ સાથે વિધિવિધાન સાથે રંગેચંગે સંપન્ન થયાં હતાં. ગાયને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલાં લગ્નમાં વિધિ, રાધાકૃષ્ણ મંદિર અને ગૌમંદિર, સાત્ત્વિક રસોઈ ઉપરાંત ગાયના છાણમાંથી કરાયેલું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. હીરાણી પરિવારના સ્નેહીજન રામજી વેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાયને લઈને આ પ્રકારે લગ્નપ્રસંગ યોજવો એ સહેલી બાબત નથી. વિચાર કરવો અલગ બાબત છે અને એ વિચારને ચરિતાર્થ કરવો એ અલગ વાત છે, પરંતુ મેઘજીભાઈ અને તેમના પરિવારે સરાહનીય અને ઉદાહરણીય કાર્ય કરી બતાવીને ગાયની મહત્તાને ઉજાગર કરી છે. અમારા માટે પણ ગૌરવની વાત થઈ કે અમે ગૌઆધારિત લગ્નપ્રસંગમાં હાજર રહ્યા. આ પ્રકારે હવે લગ્નો થતાં ક્યાં જોવા મળે છે? અહીં તો જ્યાં પણ નજર કરો ત્યાં ગાયનો મહિમા જોવા મળ્યો. ગાયના છાણથી મંડપની સજાવટ જોઈને અને લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહીને સૌને અદ્ભુત નઝારો જોવા મળ્યો અને એનાથી સૌ ખુશ થયા.’   લગ્નની હાઇલાઇટ‍્સગાય માતાનું મહત્ત્વ સમજાવતાં આ લગ્નમાં વિધિ દરમ્યાન કોઈ ઊભું થયું નહોતું. કન્યા દીપિકા ગાયપૂજન કરીને ચોરીમાં આવી હતી. કન્યા ચોરીમાં આવી ત્યારે શંખનાદ થયો હતો, જાનનું સ્વાગત પણ શંખનાદથી થયું હતું. બુફેના જમાનામાં અહીં પંગત પાડીને સૌને ગાય આધારિત ખેતીથી પકવેલાં અનાજ-શાકભાજીનું સાત્ત્વિક ભોજન પીરસાયું હતું. વરરાજા લગ્નસ્થળ સુધી બળદગાડામાં બેસીને આવ્યા હતા. દીકરી અને જમાઈને ફૂલોના હારની સાથે છાણમાંથી બનેલી માળા પહેરાવી હતી. ગાય અને વાછરડી સાથે ૧૦૮ વૃક્ષોના છોડ તેમ જ પુસ્તકો પણ કન્યાદાનમાં અપાયાં હતાં. લગ્નમાં આવેલા મહેમાનોનાં બૂટ-ચંપલ મૂકવા માટે મંડપ બહાર અલગ સ્ટૅન્ડ બનાવ્યું હતું.

25 January, 2025 06:02 IST | Kutch | Gujarati Mid-day Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ગિરધન પોપટલાલ ગડાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વાગડ સમાજના જુવાનિયાઓને ટ્રેકિંગનું ઘેલું લગાડનાર આ ડૉક્ટર તો કમાલના!

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં મૂળ કચ્છ વાગડના લાકડીયા ગામના અને મુંબઈમાં ડૉક્ટર તરીકે કાર્યરત ૬૦ વર્ષના ગિરધન પોપટલાલ ગડાની પ્રેરક કહાની રજૂ કરવી છે. જેઓએ ટ્રેકિંગ ક્ષેત્રમાં જબરું કાઠું કાઢ્યું છે. ખાસ તો તેઓએ પોતે ટ્રેક કર્યા છે, પણ પોતાના સમાજના યંગસ્ટર્સ માટે ટ્રેકિંગના અનેક આયોજનો કર્યા છે.

08 January, 2025 09:57 IST | Mumbai | Dharmik Parmar
પંકજ ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને જગજીવન મૂળજી તન્ના

Year Ender 2024: વર્ષ 2024માં આ મૂઠી ઊંચેરાં ગુજરાતીઓએ કહ્યું `આવજો`

2024નું વર્ષ આજે પૂરું થઈ જશે. શરૂ થશે 2025નું નુતન વર્ષ. 2024નું વર્ષ અનેક ખુશીઓ તો લાવ્યું, પણ સાથે આ વર્ષે આપણે એવાં કેટલાંક ગુજરાતીઓને ગુમાવ્યા જેમનો ખાલીપો આપણને આવનાર વર્ષમાં પણ સાયસે. પુરષોત્તમ ઉપાધ્યાય હોય કે ચંદ્રકાંત શેઠ હોય. સુરથી લઈ સાહિત્ય જગતમાં ખોટ પડી. આવો, આજે તે ગરવા ગુજરાતીઓને યાદ કરીએ.

31 December, 2024 08:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવરાત્રિ સેલિબ્રેશનમાં હટકે સોસાયટી

આરતી, થાળ, સ્તુતિ ને દાંડિયા... આ સોસાયટીઓની નવરાત્રિ છે જબરદસ્ત

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

12 October, 2024 11:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK