અશ્વિનને મેગા ઑક્શનમાં ચેન્નઈએ ૯.૭૫ કરોડ રૂપિયામાં ખરીદીને ફરી ટીમમાં સામેલ કર્યો હતો. ભૂતકાળમાં આ જોડી એકસાથે ભારતીય ટીમ માટે ઘણી મૅચ જીતી છે.
મહેન્દ્ર સિંહ ધોની અને રવિચન્દ્રન અશ્વિન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ચેન્નઈ સુપર કિંગ્સના પ્રી-સીઝન કૅમ્પમાં એકસાથે તૈયારી શરૂ કરી દીધી છે. ૨૦૧૦ અને ૨૦૧૧માં બૅક-ટુ-બૅક ચેન્નઈ માટે IPL ટાઇટલ જીતનાર બન્ને સ્ટાર પ્લેયર્સે ચેન્નઈમાં આયોજિત કૅમ્પમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને અન્ય પ્લેયર્સ સાથે વૉર્મ-અપ શરૂ કર્યું હતું. ૨૦૧૮થી અન્ય ફ્રૅન્ચાઇઝી માટે રમનાર અશ્વિનને મેગા ઑક્શનમાં ચેન્નઈએ ૯.૭૫ કરોડ રૂપિયામાં ખરીદીને ફરી ટીમમાં સામેલ કર્યો હતો. ભૂતકાળમાં આ જોડી એકસાથે ભારતીય ટીમ માટે ઘણી મૅચ જીતી છે.

