પંજાબ સામે ૭૫ રન આપીને સૌથી ખર્ચાળ ભારતીય બોલર બન્યો. શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૫ રન આપ્યા હતા. ૧૮.૭૫ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તેણે માત્ર ત્રણ બૉલ ડૉટ ફેંક્યા હતા.
મોહમ્મદ શમી
શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૫ રન આપ્યા હતા. ૧૮.૭૫ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તેણે માત્ર ત્રણ બૉલ ડૉટ ફેંક્યા હતા. છ ચોગ્ગા અને સાત છગ્ગા આપીને તે IPLના ઇતિહાસનો સૌથી ખર્ચાળ ભારતીય બોલર બન્યો છે.
આ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક સ્પેલમાં સૌથી વધુ ૭૩ રન આપવાનો રેકૉર્ડ હતો. તેનો ઓવરઑલ રેકૉર્ડ આ સીઝનની શરૂઆતમાં રાજસ્થાન રૉયલ્સના જોફ્રા આર્ચરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૭૬ રન આપીને તોડ્યો હતો.
આ અનિચ્છનીય રેકૉર્ડ બનાવીને મોહમ્મદ શમીએ એક અનોખો રેકૉર્ડ પણ બનાવ્યો છે. તે IPLમાં ૭૦-પ્લસ રન આપવા છતાં મૅચ જીતનાર પહેલો બોલર બન્યો છે.

