ગ્રુપ-Aમાં સામેલ ભારતીય ટીમ ૧૯ જાન્યુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બીજી ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે.
T20 અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપ
મલેશિયામાં ૧૮ જાન્યુઆરીથી T20 અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપની બીજી આવૃત્તિની શરૂઆત થઈ રહી છે. ચાર ગ્રુપમાં વિભાજિત થયેલી ૧૬ ટીમની કૅપ્ટન્સે ગઈ કાલે મલેશિયાના શાનદાર ટ્વિન ટાવર પાસે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ગ્રુપ-Aમાં સામેલ ભારતીય ટીમ ૧૯ જાન્યુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બીજી ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે. ૨૦૨૩માં સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં ૭ વિકેટે જીત મેળવી પહેલો T20 અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો.

