IPL 2025ની ૩૦મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. જીતનો ચોગ્ગો મારવા આતુર લખનઉ સામે ચેન્નઈ સળંગ પાંચ મૅચ હારવાનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. પંતના સુપર જાયન્ટ્સ સામે ધોનીના સુપર કિંગ્સ માત્ર એક મૅચ જીત્યા છે.
રિષભ પંત અને ધોની
IPL 2025ની ૩૦મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. જીતનો ચોગ્ગો મારવા આતુર લખનઉ સામે ચેન્નઈ સળંગ પાંચ મૅચ હારવાનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. ટુર્નામેન્ટમાં વાપસી કરવા માટે ચેન્નઈએ શાનદાર ફૉર્મમાં રહેલી લખનઉની ટીમ સામે ખતરનાક પડકારનો સામનો કરવો પડશે.
રિષભ પંતના સુપર જાયન્ટ્સ સામે ધોનીના સુપર કિંગ્સ માત્ર એક મૅચ જીત્યા છે. ગઈ સીઝનમાં લખનઉ સામે ચેન્નઈ પોતાની બન્ને મૅચ હાર્યું હતું. લખનઉના હોમ ગ્રાઉન્ડ પર બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે જેમાંથી એક મૅચ લખનઉએ જીતી હતી, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ચેપૉક સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૬૧ ડોટ બૉલ રમીને આવેલી ચેન્નઈની ટીમે લખનઉમાં પહેલી જીત મેળવવા પહેલા બૉલથી જ આક્રમક રમત રમવી પડશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
LSGની જીત |
૦૩ |
CSKની જીત |
૦૧ |
નો રિઝલ્ટ |
૦૧ |
ADVERTISEMENT

