૧૪ વર્ષ બાદ IPLના જનક લલિત મોદીનો ચોંકાવનારો ખુલાસો
લલિત મોદી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના જનક લલિત મોદીને ભારત છોડ્યાને લગભગ ૧૪ વર્ષ વીતી ગયાં છે. આ દરમ્યાન તેમના પર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. ઉદાહરણ તરીકે લલિત મોદીએ અચાનક ભારત કેમ છોડી દીધું? ભારતમાંથી કેટલા રૂપિયાનું કૌભાંડ કરીને ગયા? હાલમાં એક પૉડકાસ્ટમાં તેમણે પોતાનું મૌન તોડ્યું અને ઘણા જબરદસ્ત ખુલાસા કર્યા હતા.
૬૦ વર્ષના લલિત મોદીએ કહ્યું હતું કે ‘મેં દેશ છોડી દીધો જ્યારે મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. શરૂઆતમાં કોઈ કાયદાકીય બાબત નહોતી જેના કારણે મારે દેશ છોડવો પડ્યો હતો. મને દાઉદ ઇબ્રાહિમ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. દાઉદ ઇબ્રાહિમ મારી પાછળ હતો, કારણ કે તેઓ મૅચ ફિક્સ કરવા માગતા હતા. મારા માટે મૅચફિક્સિંગને લઈને કોઈ નીતિ નહોતી. ભ્રષ્ટાચારવિરોધી અભિયાન મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું અને મને લાગ્યું કે રમતગમતની એકતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
ADVERTISEMENT
૨૦૧૦ સુધી તેમણે IPLની જવાબદારી સંભાળી હતી.