યુવરાજ સિંહના જન્મદિવસ પર Ex-gf કિમ શર્માએ આ રીતે આપી વધામણી,જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓલ રાઉંડર રહી ચૂકેલા યુવરાજ સિંહના જન્મદિવસ પર એક્સ-ગર્લફ્રેન્ડ કિમ શર્માએ તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમે વધામણી આપી છે. સાથે જ તેણે પોતાના યુવરાજની પત્ની હેઝલ કીચની સાથે પણ પોતાની તસવીરો શૅર કરી છે. કોણ કહે છે કે એક્સ-ગર્લફ્રેન્ડ અને એક્સ-બૉયફ્રેન્ડ મિત્ર હોઇ શકે નહીં? કિમ શર્માએ એક દાયકાથી વધારે સમય પહેલા યુવરાજ સિંહને ડેટ કર્યું હતું પણ બન્ને આજે પણ એક ફ્રેન્ડશિપ બૉન્ડ શૅર કરે છે.
હકીકતે કિમ શર્મા યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ સાથે સારી બૉન્ડિંગ શૅર કરી છે. યુવરાજ સિંહ ગુરુવારે 38 વર્ષનો થઈ ગયો, કિમ શર્માએ તેને જન્મદિવસની વધામણી પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આપી છે. બન્નેની એક તસવીર શ2ર કરતાં તેણે લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છાઓ યુવરાજ સિંહ આ તારી માટે સૌથી સારું વર્ષ હોય.' આ પહેલા બુધવારે કિમ હેઝલ માટે ચીયરલીડર બનતી દેખાઇ કારણકે તે યૂરિપેડ્સ મેડિયા નામના નાટકમાં તેનું પરફોર્મન્સ જોવા ગઈ હતી.
ADVERTISEMENT
આ પ્લેનું નિર્દેશન આમિર ખાનની દીકરી ઇરા ખાનના નિર્દેશનમાં કરવામાં આવ્યું છે. કિમ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૉ પહેલાની અને પછીની તસવીરોની એક સીરીઝ શૅર કરી. પહેલી તસવીરમાં તે ભોજનની થાળી સાથે બેઠેલી દેખાવવામાં આવી હતી. આના પર કોમેન્ટ કરતા લખ્યું હતું, "અમે પૃથ્વી થિયેટર પર હેઝલ કીચના પ્લે મેડાના શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે." અન્ય એક તસવીરમાં કિમને હેઝલ અને લેખક મુશ્તાક શેખની સાથે જોઇ શકાય છે, તેમણે આ તસવીર વિશે લખ્યું હતું, "હેઝલ કીચે કેટલું સરસ અભિનય કર્યું છે, અમને દંગ રહી ગયા છીએ."
આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
તેના પછી તેણે તાળી વગાડતા હાથોની ઇમોજી શૅર કરી છે. તેણે હેઝલની સાથે એક તસવીર પણ શૅર કરી અને તેને 'ભવિષ્યની સ્ટાર' પણ કહી છે. 2007માં બ્રેક અપ કરતા પહેલા યુવરાજ અને કિમ શર્મા ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બન્નેમાંથી કોઇએ પણ પોતાના બ્રેક અપના કારણો વિશે નથી જણાવ્યું.


