મહિલા દિન નિમિત્તે વિદ્યાવિહાર (વેસ્ટ)ના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ પર ગઈ કાલે સવારે અલગ ગ્રુપ પ્રસ્તુત ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ-૨૦૨૧’ની ૧૨મી સીઝનની ઓપનિંગ સેરેમની અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, આર્ચી ખિલાણી, ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા અને ટુર્નામેન્ટનાં વિશેષ સહયોગી બિન્દુબહેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવી હતી. તેમની સાથે આ પ્રસંગે ગુજરાતી નાટ્યકાર અને લેખક પ્રવીણ સોલંકી પર હાજર હતા.
બિન્દુબહેન ત્રિવેદીએ ઓપનિંગ સેરેમની પ્રસંગે ક્રિકેટરોને શુભેચ્છા અને ગુડ વિશ આપતાં કહ્યું હતું કે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની આ ૧૨મી સીઝન છે. આ ૧૨મી સીઝનમાં પોતાના જબરદસ્ત હોંશલા સાથે રમનારી બધી જ મહિલાઓને મારી શુભકામના. ‘મિડ-ડે’ ઘણાં વર્ષથી સતત લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ જ પરંપરા ‘મિડ-ડે’ જાળવી રાખે એ માટે ‘મિડ-ડે’ને પણ અમારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ‘મિડ-ડે’ને જ્યારે-જ્યારે અમારા સહયોગની જરૂર પડે ત્યારે અમે ‘મિડ-ડે’ સાથે જ છીએ.
ત્યાર પછી અલગ ગ્રુપ તરફથી આર્ચી જિજ્ઞેશ ખિલાણીએ બધી મહિલા ક્રિકેટરોને હાર્દિક શુભેચ્છા આપી હતી.
‘મિડ-ડે’ના ડેપ્યુટી એડિટર બાદલ પંડ્યાએ ઓપનિંગ સેરેમનીમાં પધારેલા બધા જ સ્પૉન્સર્સ અને મુખ્ય મહેમાનો તેમ જ બધી જ લેડીઝ ટીમને આવકારી હતી અને ટીમની ખેલાડીઓને શુભેચ્છા આપી હતી.
ઓપનિંગ સેરેમનીમાં અસોસિએટ સ્પૉન્સર સોર્સ સ્કોરના પ્રતિનિધિ કમલ સોની, હિરેન રાજગુરુ અને મીડિયા ઍડ્વાઇઝર ચિરાગ વાઘેલા, ૧૦૧ ઇવેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર હિના ગોહિલ, ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ તથા ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ મૅનેજમેન્ટ સંભાળતા જૉલી ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ ક્લબના ઓનર શિવા કોનાર તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાના પ્રતિનિધિ નિશિથ ગોળવાલા અને મથુરાદાસ ભાનુશાળી હાજર રહ્યા હતા.
ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમનું સંચાલન ઍન્કર વૈશાલી પારસ કારાણીએ કર્યું હતું.
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ત્રણ દિવસની મૅચ સીઝન-૧૨ના ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોની યુટયુબ ચૅનલ પર લાઇવ માણી શકાશે.
(તસવીરો: સમીર માર્કન્ડે અને અનુરાગ આહિરે)
06 March, 2021 12:08 IST