ભૂતકાળમાં ઘણા પ્લેયર્સ ટૂર દરમ્યાન ઘણી વાર તેમની ફૅમિલી સાથે અલગ-અલગ હોટેલમાં રહેતા જોવા મળ્યા હતા. નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે દરેક પ્લેયરે એક જ હોટેલમાં રહેવું પડશે.
ઇરફાન પઠાણ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની નવી ગાઇડલાઇન્સ પર ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ કમેન્ટ કરી છે. ભૂતકાળમાં ઘણા પ્લેયર્સ ટૂર દરમ્યાન ઘણી વાર તેમની ફૅમિલી સાથે અલગ-અલગ હોટેલમાં રહેતા જોવા મળ્યા હતા. નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે દરેક પ્લેયરે એક જ હોટેલમાં રહેવું પડશે.
આ વિશે સોશ્યલ મીડિયા પર ઇરફાન પઠાણે લખ્યું કે ‘ભૂતકાળના મહાન પ્લેયર્સ પણ ભારતીય ટીમના બાકીના પ્લેયર્સની જેમ જ હોટેલમાં રહેતા હતા, તો પછી આ અલગ હોટેલમાં રહેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?’
ADVERTISEMENT
એક યુઝરે તેની પોસ્ટની કમેન્ટમાં લખ્યું કે લોકોને ભ્રમિત કર્યા વગર સીધેસીધું વિરાટ કોહલીનું નામ આપીને વાત કરો. તો એનો જવાબ આપતાં ઇરફાન પઠાણે લખ્યું કે ના, હું વિરાટ વિશે વાત નથી કરી રહ્યો.