જોકે આ સમાચારો વચ્ચે તેણે પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે જેમાં તે સીધી બાત વિથ ઇરફાન પઠાણ શોના માધ્યમથી ક્રિકેટની ઘટનાઓ પર પોતાના વિચાર રજૂ કરશે.
ઇરફાન પઠાણ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણને IPL 2025ની કૉમેન્ટરી પૅનલમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી ક્રિકેટ-ફૅન્સ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલ અનુસાર પઠાણને બાકાત રાખવાનું કારણ કેટલાક ચોક્કસ ભારતીય પ્લેયર્સ વિશે તેની કમેન્ટ હોઈ શકે છે. ખાસ કરીને બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન તે કેટલાક પ્લેયર્સને ટાર્ગેટ કરતો જોવા મળ્યો હતો.
ઇરફાન પઠાણના આ વર્તનને કારણે તેને આ સીઝનની કૉમેન્ટરી પૅનલમાં સ્થાન ન મળ્યું હોવાની વાત સામે આવી રહી છે. જોકે આ સમાચારો વચ્ચે તેણે પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે જેમાં તે સીધી બાત વિથ ઇરફાન પઠાણ શોના માધ્યમથી ક્રિકેટની ઘટનાઓ પર પોતાના વિચાર રજૂ કરશે.

