પત્ની સંજનાએ દીકરાને જન્મ આપ્યા પછી ભારતીય બોલરે ઇન્સ્ટા પર લખ્યું કે ‘અમારા પરિવારની ખુશીનો કોઈ પાર નથી’ ઃ પુત્રનું નામ અંગદ નક્કી કરી રાખ્યું હતું ઃ મુંબઈ ઇન્ડિયન્સે આપ્યાં અભિનંદન
જસપ્રીત બુમરાહ અને જાણીતી ટીવી-બ્રૉડકાસ્ટર સંજના ગણેશને માર્ચ ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં.
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ સંજના ગણેશને ગઈ કાલે સવારે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. તેમને ત્યાં અવતરેલા પુત્રનું નામ અંગદ રાખવામાં આવ્યું છે. બુમરાહ રવિવારે શ્રીલંકાથી રવાના થઈને અમદાવાદ પાછો આવ્યો હતો.
નવી પ્રત્યેક પળ માણવા પરિવાર આતુર
ADVERTISEMENT
બુમરાહે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું કે ‘અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે અને અમારા બધાના હૃદયમાં એટલી બધી ખુશી વ્યાપી ગઈ છે જેની અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આજે સવારે લિટલ બૉય ‘અંગદ જસપ્રીત બુમરાહ’નું અમે આ દુનિયામાં હાર્દિક સ્વાગત કર્યું. વી આર ઓવર ધ મૂન. જીવનના આ નવા ચૅપ્ટરની શરૂઆતને અને આવનારી પ્રત્યેક પળને માણવા અમે બધાં આતુર છીએ.’
હિન્દુ પુરાણોમાં જણાવાયા મુજબ વાલીપુત્ર અંગદે સીતાને શોધવા ભગવાન રામની સેનામાં જોડાઈને તેમને વિશેષ મદદ કરી હતી. અંગદ નામ ‘બળવાન’, ‘હિંમતવાન’ અને ‘એકતા’ સાથે પણ જોડાયેલું છે.
એમઆઇ, ક્રિકેટર્સનાં અભિનંદન
મુંબઈ ઇન્ડિયન્સે ટ્વિટર પર જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજનાને અભિનંદન આપ્યાં હતાં. અનેક ક્રિકેટર્સે પણ બુમરાહને અંગત રીતે અને સોશ્યલ મીડિયા પર કૉન્ગ્રેચ્યુલેશન્સના મેસેજ મોકલ્યા હતા.
બુમરાહ તાજેતરમાં લગભગ એક વર્ષે પાછો રમવા આવ્યો હતો.
બુમરાહે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર પત્ની સંજના અને નવજાત પુત્ર અંગદના હાથવાળી સુંદર તસવીર પોસ્ટ કરી હતી: