ઇન્સ્ટાગ્રામ પર કોહલી બન્યો વિરાટ
વિરાટ કોહલી
ક્રિકેટના મેદાનમાં દરેક ફૉર્મેટમાં ધાકડ પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ હાલમાં મેદાનની બહાર એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેના કુલ ફૉલોઅર્સની સંખ્યા ૧૦૦ મિલ્યન એટલે કે ૧૦ કરોડ થઈ ગઈ છે. આ આંકડો પ્રાપ્ત કરનારો તે વિશ્વનો પહેલો ભારતીય અને એકમાત્ર ક્રિકેટર બન્યો છે. આઇસીસીએ આ સંદર્ભે કોહલીનો એક ફોટો શૅર કરીને તેને શુભેચ્છા આપી હતી. વિશ્વભરના ઍથ્લિટ્સની યાદીમાં તે હજી પણ ચોથા ક્રમે છે. પહેલા ક્રમે ૨૬.૫ કરોડ ફૉલોઅર્સ સાથે ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જ્યારે ૧૮.૬ કરોડ અને ૧૪.૭ કરોડ ફૉલોઅર્સ સાથે લિઓનેલ મેસી અને નેમાર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

