રિન્કુ સિંહ બીજી અને ત્રીજી મૅચમાંથી જ્યારે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો
રિન્કુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી
ભારતે અને ઇંગ્લૅન્ડે ગઈ કાલની મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં બે-બે ફેરફાર કર્યા હતા. ભારતની ટીમમાં ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને બૅટર રિન્કુ સિંહ અનફિટ હોવાને કારણે બહાર રહ્યા હતા. તેમના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં વૉશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને તક આપવામાં આવી હતી.
ઇંગ્લૅન્ડની ટીમે બૅટિંગ ઑલરાઉન્ડર જેકબ બેથેલના સ્થાને વિકેટકીપર-બૅટર જેમી સ્મિથ અને ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનના સ્થાને બ્રાયડન કાર્સને પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી આપી હતી.
ADVERTISEMENT
ઇન્જર્ડ થવાને કારણે રિન્કુ સિંહ બીજી અને ત્રીજી મૅચમાંથી જ્યારે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી આખી સિરીઝમાંથી બહાર થયા છે. પ્રૅક્ટિસ સેશન દરમ્યાન કમરના સ્નાયુઓમાં ખેંચાણને કારણે ૨૧ વર્ષના રેડ્ડીને ક્રિકેટમાં પાછા ફરવા માટે લગભગ ચાર અઠવાડિયાંના આરામની જરૂર પડશે, જ્યારે કલકત્તાની T20 મૅચ દરમ્યાન ફીલ્ડિંગ સમયે રિન્કુ સિંહને પીઠની નીચેના ભાગના સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો. મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે. બન્ને સ્ટાર પ્લેયર્સના સ્થાને સ્ક્વૉડમાં મુંબઈના ઑલરાઉન્ડર શિવમ દુબે અને ચંડીગઢના મિડલ ઑર્ડર બૅટર રમનદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.