જનરેટર ખરાબ થયું હોવાથી ૩૫ મિનિટ સુધી ફ્લડલાઇટ અને રમત બંધ રહી હતી. જોકે બૅકઅપ જનરેટર શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.
ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમ
ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં જાન્યુઆરી ૨૦૨૨ બાદ પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. બપોરે દર્શકોને ગરમીમાંથી રાહત આપવા વૉટર-સ્પ્રેનો ઉપયોગ કરીને પ્રશંસનીય કામ કરવામાં આવ્યું હતું, પણ સાંજે લગભગ ૬.૧૫ વાગ્યે સ્ટેડિયમની આઠ ફ્લડલાઇટમાંથી એક નિષ્ફળ ગઈ જેને કારણે સ્ટેડિયમના અધિકારીઓએ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. જનરેટર ખરાબ થયું હોવાથી ૩૫ મિનિટ સુધી ફ્લડલાઇટ અને રમત બંધ રહી હતી. જોકે બૅકઅપ જનરેટર શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.

