આજે બીજી વન-ડે જીતીને સિરીઝ પર કબજો કરવા ઊતરશે ભારતીય ટીમ : બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે પાંચમાંથી ત્રણ વન-ડે જીતી છે ટીમ ઇન્ડિયા, ડિસેમ્બર ૨૦૧૯ બાદ આ મેદાન પર રમાઈ રહી છે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ
કે.એલ. રાહુલ , વિરાટ કોહલી
ઓડિશાના કટકમાં આજે બપોરે ૧.૩૦ વાગ્યાથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાશે. ૧-૦થી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં લીડ મેળવનાર ભારતીય ટીમ આજની મૅચ જીતીને સિરીઝ પર કબજો કરી શકશે. કટકના બારાબતી સ્ટેડિયમમાં ડિસેમ્બર ૨૦૧૯ બાદ પહેલી વન-ડે મૅચ અને જાન્યુઆરી ૨૦૨૨ બાદ પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. ૫૦મી વન-ડે મૅચની કૅપ્ટન્સી કરનાર રોહિત શર્મા અને ઘૂંટણના સોજાની સમસ્યામાંથી બહાર આવનાર વિરાટ કોહલીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
આ મેદાન પર ઇંગ્લૅન્ડ અને ભારતની ટીમ વન-ડે ફૉર્મેટની મૅચમાં જ રમી છે. બન્ને ટીમોએ રમેલી પાંચ વન-ડેમાંથી ભારતની ત્રણમાં અને ઇંગ્લૅન્ડની બે મૅચમાં જીત થઈ છે. જાન્યુઆરી ૨૦૧૭માં બન્ને ટીમ છેલ્લી વાર આ મેદાન પર વન-ડે મૅચ રમી હતી. ઇંગ્લૅન્ડની ટીમ આ મેદાન પર ડિસેમ્બર ૧૯૮૪ અને જાન્યુઆરી ૨૦૦૨માં જ જીત મેળવી શકી છે. ભારતીય ટીમ આ મેદાન પર ૧૯માંથી ૧૩ વન-ડે મૅચ જીતી છે અને જાન્યુઆરી ૨૦૦૭થી સળંગ સાત વન-ડે મૅચ જીતતી આવી છે.
ADVERTISEMENT
મૅચનો સમય
બપોરે ૧.૩૦ વાગ્યાથી

