Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ભારતે ૨-૧થી લીડ મેળવી

વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ભારતે ૨-૧થી લીડ મેળવી

Published : 12 October, 2026 04:51 PM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાંચીમાં રેકૉર્ડ ૨૫૦ રન ચેઝ કરનાર કૅરિબિયનો સામે ઇન્દોરમાં ભારત ૨૨૪ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને જીત્યું, વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ભારતે ૨-૧થી લીડ મેળવી.

ઓપનર અભિષેક શર્માએ ૧૮ બૉલમાં ફિફ્ટી ઝૂડીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો.

ઓપનર અભિષેક શર્માએ ૧૮ બૉલમાં ફિફ્ટી ઝૂડીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો.


ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગઈ કાલે ત્રીજી T20 મૅચમાં ભારતે ૧૪ રનની જીત સાથે પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી હતી. ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૨૩ રન કર્યા હતા. ભારતનો T20 ફૉર્મેટમાં આ સૌથી મોટો ઑલઆઉટ સ્કોર હતો. વેસ્ટ ઇન્ડીઝે રન-ચેઝ દરમ્યાન ૭ વિકેટે ૨૦૯ રન કર્યા હતા. 

વેસ્ટ ઇન્ડીઝની આ વાઇટ-બૉલ ટૂર પર ત્રણેય વન-ડે મૅચ પછી સતત બે T20 મૅચોમાં ટીમો ટાર્ગેટ ચેઝ કરીને જીતી રહી હતી. પાંચ મૅચ પછી આ ટૂર પર કોઈ ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરીને મૅચ જીતી છે. 



ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતને ઓપનર અભિષેક શર્માએ ૧૮ બૉલની ફિફ્ટી સાથે શાનદાર શરૂઆત કરાવી આપી હતી. તેણે ૩૦ બૉલમાં ૬ ફોર, પાંચ સિક્સ ફટકારીને ૬૯ રન ઝૂડ્યા હતા. ઈશાન કિશને ૨૦૫.૫૬ના સ્ટ્રાઇક-રેટથી ૧૮ બૉલમાં ૬ ફોર, ૧ સિક્સના આધારે ૩૭ રન કર્યા હતા. બન્નેએ ભારત માટે આ ફૉર્મેટમાં ૧૬.૨ના રેકૉર્ડ રન-રેટ સાથે સેન્ચુરી પાર્ટનરશિપ કરી હતી. બીજી વિકેટ માટે ૬.૪ ઓવરમાં ૧૦૮ રનની ભાગીદારી થઈ હતી. 


તિલક વર્માએ ૧૬ બૉલમાં ૨૮ રન, નીતીશ કુમાર રેડ્ડીએ ૧૪ બૉલમાં ૨૧ રન અને અક્ષર પટેલે ૧૪ બૉલમાં ૨૦ રન કર્યા હતા. કૅરિબિયન ફાસ્ટ બોલર્સ શમાર સ્પ્રિંગર અને શમાર જોસેફ સહિત સ્પિનર રોસ્ટન ચેઝને ૨-૨ વિકેટ મળી હતી.

રન-ચેઝ સમયે ઓપનર કામિલ પૂરને ૨૭ બૉલમાં ૩-૩ ફોર-સિક્સ ફટકારીને ૪૨ રન અને ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવેલા શિમરન હેટમાયરે ૨૬ બૉલમાં ૬ ફોર, ૨ સિક્સની મદદથી ૪૩ રન કર્યા હતા. 


ક્વેન્ટિન સૅમ્પસને ૧૫ બૉલમાં ૨૧ રન, શરફેન રદરફોર્ડે ૨૦ બૉલમાં ૩૨ રન અને શમાર સ્પ્રિંગરે ૧૧ બૉલમાં ૨ ફોર, ૪ સિક્સના આધારે અણનમ ૩૫ રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ૨૨ રન કરવા છતાં કૅરિબિયન ટીમ ટાર્ગેટ ચેઝ કરતાં ચૂકી ગઈ હતી.  

ભારતના અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સ્પિનર નમન ધીરે 2 વિકેટ અને નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલે ૧-૧ વિકેટ લીધી હતી.

મૅચના થોડા કલાકો પહેલાં ગૌતમ ગંભીરે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં
ગઈ કાલે ઇન્દોરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની સાંજની ત્રીજી T20 મૅચના થોડા કલાકો પહેલાં બપોરે હેડ કોચ ગૌતમ ગંભીર ધાર્મિક વિઝિટ પર પહોંચ્યો હતો. ઇન્દોરથી ૫૫ કિલોમીટર દૂર આવેલા ઉજ્જૈનમાં ગૌતમ ગંભીરે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં હતાં. 
બાબા મહાકાલ સામે શીશ ઝુકાવ્યા પછી ગૌતમ ગંભીરે કહ્યું, ‘બાબાએ ફરી એક વાર મારા પર તેમની કૃપા વરસાવી છે અને મને દર્શન માટે બોલાવ્યો છે. એના માટે હું ખરેખર આભારી છું. તેમના આશીર્વાદ આપણા બધા પર અને સમગ્ર દેશ પર બની રહે અને આપણો દેશ તથા ભારતીય ટીમ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે.’

600
આટલા T20 ઇન્ટરનૅશનલ રન એક કૅલેન્ડર યરમાં ફટકારનાર પહેલો કૅરિબિયન બૅટર બન્યો શિમરન હેટમાયર.

2000
આટલા T20 ઇન્ટરનૅશનલ રન ૧૦૨૪ બૉલમાં પૂરા કરનાર વિશ્વનો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો અભિષેક શર્મા. સૂર્યકુમાર યાદવનો ૧૧૬૪ બૉલનો રેકૉર્ડ તોડ્યો.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 04:51 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK