પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ પાંચ વિકેટ કૅપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઝડપી છે.
ઍલેક્સ કૅરીને કૅચઆઉટ કરાવી બીજા દિવસે ભારતીય ટીમને પહેલી વિકેટ અપાવી હતી જસપ્રીત બુમરાહે.
પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ પાંચ વિકેટ કૅપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઝડપી છે. આ પાંચ વિકેટ ઝડપીને તે ૨૦૨૪માં સૌથી વધુ ૬૧ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે શ્રીલંકન સ્પિનર વાનિંદુ હસરંગા (૨૮ મૅચમાં ૬૦ વિકેટ)ને આ લિસ્ટમાં પાછળ છોડ્યો છે. બુમરાહે આ વર્ષે ૧૮ ઇન્ટરનૅશનલ મૅચમાં આ કમાલ કરી બતાવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2023-25માં તે ૫૦ વિકેટ લેનાર ત્રીજો અને પહેલો ભારતીય ફાસ્ટ બોલર પણ બન્યો છે. ૧૧ મૅચમાં તેણે ૫૦ વિકેટ ઝડપી છે. ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૬૨ વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (૫૧ વિકેટ)એ પણ વર્તમાન સીઝનમાં આ કમાલ કરી છે.
ADVERTISEMENT
પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહ
ઓવર : ૧૮
મેઇડન : ૦૬
રન આપ્યા : ૩૦
વિકેટ : ૦૫
નો બૉલ : ૦૨
વાઇડ બૉલ : ૦૧
ઇકૉનૉમી-રેટ : ૧.૭૦