આજે બપોરે બે વાગ્યે ઝિમ્બાબ્વે સામે ત્રીજી વન-ડે મૅચ રમવા ઊતરશે ભારતીય મહિલાઓ.
સ્મૃતિ માન્ધના
ભારતીય કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ મહિલા વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ટોચના સ્થાનેથી નીચે સરકી ગઈ છે. ઝિમ્બાબ્વે સામેની પહેલી બે વન-ડે મૅચમાં સ્મૃતિએ ઝીરો અને ૩૨ રનની ઇનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ ફરી એક વખત બીજા ક્રમેથી નંબર વનના સ્થાને પહોંચી ગઈ છે.
બીજી તરફ હરમનપ્રીત કૌર બે તોફાની ઇનિંગ્સના આધારે બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગઈ છે. ૯ વર્ષ પછી વન-ડે સદી ફટકારનાર દીપ્તિ શર્મા બૅટિંગ-રૅન્કિંગમાં ૪ સ્થાનની છલાંગ લગાવીને ૨૩મા ક્રમે આવી ગઈ છે. તેણે બોલિંગ-રૅન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે આઠમો અને ઑલરાઉન્ડર રૅન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે ચોથો ક્રમ મેળવ્યો છે.
