Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ઘાયલ લાયન અને ટાઇગરની ચેપૉકમાં ટક્કર

આજે ઘાયલ લાયન અને ટાઇગરની ચેપૉકમાં ટક્કર

Published : 11 April, 2026 03:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅક-ટુ-બૅક જીત બાદ દિલ્હીને ત્રીજી મૅચમાં મળી હતી એક રનથી હાર, હારની હૅટ-ટ્રિક સાથે તળિયાની ટીમ છે ચેન્નઈ...

ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે મૅચની રણનીતિ પર ચર્ચા કરતો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ

ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે મૅચની રણનીતિ પર ચર્ચા કરતો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ


આજની ડબલ-હેડરની બીજી ટક્કર ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે થશે. વર્તમાન સીઝનની આ અઢારમી મૅચમાં ઘાયલ થયેલા લાયન અને ટાઇગરની ટક્કર જોવા મળશે. લાયનનો લોગો ધરાવતી ચેન્નઈની ટીમ હજી ખાતું ખોલાવી શકી નથી અને હારની હૅટ-ટ્રિક સાથે દસમા ક્રમની ટીમ છે. ટાઇગરવાળો લોગો ધરાવતા દિલ્હીને લખનઉ અને મુંબઈ સામે ૬-૬ વિકેટની જીત બાદ ગુજરાત સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હારને ભુલાવીને બન્નેમાંથી કોણ જબરદસ્ત વાપસી કરશે એના પર સૌની નજર રહેશે.

બૅટિંગ હોય કે બોલિંગ જો ચેન્નઈ ટીમ વિરોધી ટીમ સામે સ્પર્ધા કરવા માગતી હોય તો તેમને નોંધપાત્ર સુધારાની જરૂર છે. અનુભવી ઓપનર્સની જોડી સંજુ સૅમસન અને ઋતુરાજ ગાયકવાડ પર સારું પ્રદર્શન કરવા માટે ભારે પ્રેશર રહેશે. આ મૅચમાં અનફિટ મહેન્દ્ર સિંહ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસની વાપસી થશે કે નહીં એ પણ ચર્ચાનો વિષય રહેશે. દિલ્હીની ટીમ પોતાના ખેલાડીઓના પ્રદર્શનથી સંતુષ્ટ છે એટલે આજની મૅચમાં તેમની નજર જીતના ટ્રૅક પર વાપસી કરવા પર રહેશે.

છેલ્લી બન્ને સીઝનમાં આ બન્ને ટીમ વચ્ચે એક-એક ટક્કર થઈ હતી. આ બન્ને મૅચમાં દિલ્હીએ ટાર્ગેટ ડિફેન્ડ કરીને જીત નોંધાવી હતી. ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ ૮૨માંથી બાવન મૅચ જીત્યું છે અને ૩૦ મૅચમાં હાર પણ મળી છે. છેલ્લી ૬ મૅચથી ચેન્નઈ પોતાના આ મેદાન પર જીત્યું નથી. અહીં દિલ્હીની ટીમ બારમાંથી પાંચ મૅચ જીત્યું છે અને ૭ મૅચ હારી છે. દિલ્હી-ચેન્નઈ આ સ્ટેડિયમમાં ૧૦ વખત સામસામે રમ્યાં છે જેમાંથી દિલ્હી માત્ર ૪ મૅચ જીત્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK