ICC ઇવેન્ટમાં ભારત સામે સેન્ચુરી ફટકારનાર પહેલો બંગલાદેશી બૅટર તૌહીદ હૃ દોય કહે છે...
પોતાના ૮૮ રન હતા ત્યારે ખેંચને કારણે દુખાવાથી પીડાતો તૌહીદ હૃદોય.
બંગલાદેશના ૨૪ વર્ષના મિડલ ઑર્ડર બૅટર તૌહીદ હૃદોયે ગુરુવારે દુબઈમાં ભારત સામે ૧૧૮ બૉલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૦ રન કરીને ઇતિહાસ રચ્યો હતો. તે ICC ઇવેન્ટમાં ભારત સામે સેન્ચુરી કરનાર પહેલો બંગલાદેશી બૅટર બન્યો હતો. પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની પણ પહેલી સેન્ચુરી કરનાર તૌહીદ ૮૮ રન પર હતો ત્યારે દોડતી વખતે તેને ખેંચ આવી હતી. આ પછી તેના માટે બૅટિંગ કરવી મુશ્કેલ બની ગઈ, પરંતુ તે આઉટ થનાર છેલ્લો બંગલાદેશી બૅટ્સમૅન હતો.
ભારત સામે ઐતિહાસિક ઇનિંગ્સ અને પાર્ટનરશિપ કર્યા બાદ તેણે કહ્યું હતું કે ‘બહારથી રન બનાવવા સરળ લાગતા હતા, પણ પાંચ વિકેટ પડ્યા પછી એ સરળ નહોતું. હું ધીરજથી રમી રહ્યો હતો અને આમાંથી કેવી રીતે બહાર નીકળવું એ વિશે મારી જાત સાથે વાત કરી રહ્યો હતો. મને વિશ્વાસ હતો કે જો હું સ્થિર રહીશ તો હું ડૉટબૉલની ભરપાઈ કરી શકીશ. જો મને ખેંચ આવી ન હોત તો હું ૨૦-૩૦ રન વધુ બનાવી શક્યો હોત. આ સેન્ચુરીએ મને ભવિષ્ય માટે આત્મવિશ્વાસ આપ્યો છે.’
ADVERTISEMENT
એક સમયે ભારત સામે ૩૫ રને પાંચ વિકેટ ગુમાવનાર બંગલાદેશ ૨૨૮ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું.


