ગ્રેટેસ્ટ રાઇવલરી રિટર્ન્સ નામના એક એપિસોડમાં આફ્રિદીએ કહ્યું કે ‘જો આપણે મૅચવિનર્સ વિશે વાત કરીએ તો હું કહીશ કે ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મૅચવિનર્સ છે
શાહિદ આફ્રિદી
ચૅમ્પિયન્સ ટ્રોફીના આજના હાઈ-વૉલ્ટેજ મુકાબલા પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ મોટી વાત કહી છે. ગ્રેટેસ્ટ રાઇવલરી રિટર્ન્સ નામના એક એપિસોડમાં આફ્રિદીએ કહ્યું કે ‘જો આપણે મૅચવિનર્સ વિશે વાત કરીએ તો હું કહીશ કે ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મૅચવિનર્સ છે. મૅચવિજેતા એ છે જે જાણે છે કે એકલા હાથે મૅચ કેવી રીતે જીતવી. અત્યારે પાકિસ્તાનમાં આવા પ્લેયર્સ નથી. ભારતની તાકાત એના મધ્યમ અને નીચલા ક્રમમાં રહેલી છે જે તેને મૅચ જિતાવી રહી છે. અમે લાંબા સમયથી પ્લેયર્સને તકો આપી રહ્યા છીએ, પરંતુ કોઈ પણ સતત સારું પ્રદર્શન કરી શક્યું નથી. ભારત સામે જીતવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત સામૂહિક પ્રદર્શન છે - પછી ભલે તે બૅટ્સમૅન હોય, બોલર હોય કે સ્પિનર - દરેકનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે.`
ભૂતપૂર્વ કૅપ્ટન આફ્રિદી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૧૩ મૅચમાં ૧૪ વિકેટ સાથે પાકિસ્તાનનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર છે.

