Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું ફૉલો-ઑનથી બચવા માટે નહોતો રમી રહ્યો, મારું ધ્યાન નૉટઆઉટ રહેવા પર હતું: આકાશ દીપ

હું ફૉલો-ઑનથી બચવા માટે નહોતો રમી રહ્યો, મારું ધ્યાન નૉટઆઉટ રહેવા પર હતું: આકાશ દીપ

Published : 23 December, 2024 09:22 AM | Modified : 23 December, 2024 09:29 AM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીત બુમરાહ સાથે દસમી વિકેટની ૪૭ રનની પાર્ટનરશિપ વિશે વાત કરતાં તે કહે છે કે ‘અમે નીચલા ક્રમમાં બૅટિંગ કરવા આવીએ છીએ અને એથી ૨૦, ૨૫ અથવા ૩૦ રનનું યોગદાન મૂલ્યવાન છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન બોલર આકાશ દીપ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન બોલર આકાશ દીપ


ગૅબા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની ઓવરમાં ચોગ્ગો ફટકારીને ફાસ્ટ બોલર આકાશ દીપે ભારતને ફૉલો-ઑનથી બચાવી લીધું હતું. જસપ્રીત બુમરાહ સાથે દસમી વિકેટની ૪૭ રનની પાર્ટનરશિપ વિશે વાત કરતાં તે કહે છે કે ‘અમે નીચલા ક્રમમાં બૅટિંગ કરવા આવીએ છીએ અને એથી ૨૦, ૨૫ અથવા ૩૦ રનનું યોગદાન મૂલ્યવાન છે. ત્યારે હું ટીમમાં યોગદાન આપવા વિશે જ વિચારતો હતો. હું એ દિવસે ફૉલો-ઑન બચાવવા માટે રમી રહ્યો નહોતો. મારું ધ્યાન ફક્ત આઉટ ન થવા પર હતું. ભગવાનની ઇચ્છા અને અમે ફૉલો-ઑન બચાવવામાં સફળ રહ્યા. જ્યારે તમે આવી પરિસ્થિતિઓમાં મૅચ બચાવો છો ત્યારે સમગ્ર ટીમનો આત્મવિશ્વાસ વધે છે અને અમે અમારા ડ્રેસિંગરૂમમાં એની ઝલક જોઈ શકીએ છીએ. છેલ્લી મૅચના અંતિમ દિવસે અમે જે આત્મવિશ્વાસ મેળવ્યો હતો એ હજી પણ અમારી સાથે છે.’


ગૅબા ટેસ્ટની ભારતીય ઇનિંગ્સમાં આકાશ દીપે ૪૪ બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૧ રનની ઇનિંગ્સ રમી હતી. પાર્ટટાઇમ બોલર ટ્રૅવિસ હેડની ઓવરમાં તે વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથે કૅચઆઉટ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2024 09:29 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK