ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલન બૉર્ડર અને ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરના સન્માનમાં ૧૯૯૬-’૯૭થી બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમાઈ રહી છે
પૅટ કમિન્સ, ઍલન બૉર્ડર
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલન બૉર્ડર અને ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરના સન્માનમાં ૧૯૯૬-’૯૭થી બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમાઈ રહી છે, પણ ગઈ કાલે વિજેતા બનેલી ઑસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટનને ટ્રોફી આપવા માટે સ્ટેજ પર માત્ર ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઍલન બૉર્ડર જ હાજર હતા.
એ વિશે ગાવસકરે કહ્યું કે ‘મને અવૉર્ડ-પ્રેઝન્ટેશન માટે ત્યાં હાજર રહીને આનંદ થયો હોત. છેવટે આ બૉર્ડર-ગાવસકર ટ્રોફી છે અને આ ઑસ્ટ્રેલિયા અને ભારત વિશે છે. મારો કહેવાનો અર્થ છે કે હું ત્યાં મેદાન પર હતો. મારા માટે પ્રેઝન્ટેશનની દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયા જીતે એનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ વધુ સારું રમ્યા એટલે જીત્યા, એ બરાબર છે. માત્ર એટલા માટે કે હું એક ભારતીય છું તેમણે મને સ્ટેજ પર આમંત્રિત ન કર્યો? મને મારા સારા મિત્ર ઍલન બૉર્ડર સાથે ટ્રોફી આપવામાં ખુશી થઈ હોત.’