બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)નો સૌથી મોટો ૪૦ ટકા જેટલો હિસ્સો રહેશે એવો અંદાજ છે.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની તથા ખજાનચી આશિષ શેલાર (ડાબે) અને સેક્રેટરી જય શાહ તથા ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (જમણે).
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) આવતાં ચાર વર્ષ (૨૦૨૪-૨૦૨૭)માં વધારાની જે કમાણી કરશે એમાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)નો સૌથી મોટો ૪૦ ટકા જેટલો હિસ્સો રહેશે એવો અંદાજ છે. આઇસીસી ચાર વર્ષમાં કુલ મળીને ૬૦ કરોડ ડૉલરની કમાણી કરશે, જેમાં બીસીસીઆઇનો હિસ્સો ૩૮.૫ ટકા એટલે કે ૨૩ કરોડ ડૉલર (આશરે ૧૮૮૪ કરોડ રૂપિયા) રહેવાની ધારણા છે.
૨૦૨૩થી ૨૦૨૭ સુધીનાં પાંચ વર્ષની ગણતરી કરીએ તો બીસીસીઆઇને આઇસીસી પાસેથી ૧.૧૫ બિલ્યન ડૉલર (૯૪.૨૪ અબજ રૂપિયા) મળશે.
ADVERTISEMENT
ભારત પછી બીજા નંબરે ઇંગ્લૅન્ડના કિર્કેટ બોર્ડને વર્ષે લગભગ ૭ ટકા એટલે કે ૪.૧૩ કરોડ ડૉલર (૧૩૯ કરોડ રૂપિયા) મળશે. ઑસ્ટ્રેલિયાના બોર્ડને વર્ષે ૬.૨૫ ટકા એટલે કે ૩.૭૫ કરોડ ડૉલર (આશરે ૩૦૭ કરોડ રૂપિયા) મળશે. પાકિસ્તાનને વર્ષે માત્ર ૫.૭૫ ટકા હિસ્સો (૩.૪૫ કરોડ ડૉલર એટલે કે ૨૮૨ કરોડ રૂપિયા) આપવામાં આવશે.

