શારજાહ વૉરિયર્સ માટે સૌથી વધુ ૬૦ રન ફટકારનાર ઑસ્ટ્રેલિયાના ટિમ ડેવિડને કૅચ આઉટ કર્યા બાદ અબુ ધાબી નાઇટ રાઇડર્સ માટે રમનાર UAEના ફાસ્ટ બોલર અજયકુમારે ટીમના હેડ કોચ ડ્વેઇન બ્રાવોની સ્ટાઇલમાં ડાન્સ સેલિબ્રેશન કર્યું હતું.
ILT20માં આઉટ થયા બાદ બોલરના ડાન્સ સેલિબ્રેશનમાં જોડાયો ટિમ ડેવિડ
યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)માં રમાઈ રહેલી ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં એક અનોખી ઘટના બની હતી. અબુ ધાબી નાઇટ રાઇડર્સે આપેલા ૨૩૪ રનના ટાર્ગેટ સામે શારજાહ વૉરિયર્સની ટીમ ૯ વિકેટે ૧૯૪ રન કરીને ૩૯ રને હારી હતી.
શારજાહ વૉરિયર્સ માટે સૌથી વધુ ૬૦ રન ફટકારનાર ઑસ્ટ્રેલિયાના ટિમ ડેવિડને કૅચ આઉટ કર્યા બાદ અબુ ધાબી નાઇટ રાઇડર્સ માટે રમનાર UAEના ફાસ્ટ બોલર અજયકુમારે ટીમના હેડ કોચ ડ્વેઇન બ્રાવોની સ્ટાઇલમાં ડાન્સ સેલિબ્રેશન કર્યું હતું. પૅવિલિયન તરફ પાછો ફરી રહેલો ટિમ ડેવિડ પણ તેના જેવાં ડાન્સ-મૂવ કરવા લાગ્યો હતો. ક્રિકેટજગતમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે જ્યાં બૅટર પોતાની જ વિકેટના સેલિબ્રેશનમાં જોડાયો હોય.


