જવાબમાં મુંબઈ ૧૯.૪ ઓવરમાં ૧૬૩ રન કરીને ઑલઆઉટ થયું હતું. શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈ પહેલી ચારેય મૅચ જીત્યું હતું.
સંજુ સૅમસન
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સીઝનમાં મુંબઈને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉમાં સંજુ સૅમસનના નેતૃત્વમાં કેરલાએ ૧૫ રને રોમાંચક જીત નોંધાવી હતી. સંજુ સૅમસનની ૨૮ બૉલમાં ૪૬ રનની ઇનિંગ્સના આધારે કેરલાએ પાંચ વિકેટે ૧૭૮ રન કર્યા હતા. જવાબમાં મુંબઈ ૧૯.૪ ઓવરમાં ૧૬૩ રન કરીને ઑલઆઉટ થયું હતું. શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈ પહેલી ચારેય મૅચ જીત્યું હતું.
કેરલાના ફાસ્ટ બોલર કે. એમ. આસિફે ૨૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. છેલ્લી મૅચના શતકવીર સરફરાઝ ખાને મુંબઈ માટે ૪૦ બૉલમાં ૮ ફોર અને એક સિક્સરના આધારે સૌથી વધુ બાવન રન ફટકાર્યા હતા. તેના સિવાય અજિંક્ય રહાણે અને સૂર્યકુમાર યાદવ જ ૩૨-૩૨ રનની મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા.


