બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મતદારયાદીના રેકૉર્ડમાં અનેક વિસંગતતાઓ બહાર આવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મતદારયાદીના રેકૉર્ડમાં અનેક વિસંગતતાઓ બહાર આવી રહી છે. એક વિશ્લેષણ મુજબ યાદીમાં ૨૮,૬૪૮ નામો એક વખત અને ૩ લાખથી વધુ નામો બે વાર નોંધાયાં છે. જ્યારે ૬૦,૦૧૨ નામ ૩ વખત, ૨૨,૫૦૫ નામ ૪ વખત, ૧૦,૭૧૩ નામ પાંચ વખત, ૫૯૬૨ નામ ૬ વખત, ૩૪૨૮ નામ ૭ વખત, ૨૦૬૧ નામ ૮ વખત, ૧૪૮૪ નામ ૯ વખત અને ૧૦૧૭ નામ ૧૦ વખત દેખાયાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાદીમાં ડુપ્લિકેટ મતદારો ઓછા છે અને ઘણાંબધાં નામ એક જ છે, પરંતુ લોકો અલગ-અલગ છે.


