ઑસ્ટ્રેલિયાએ કૅપ્ટન મિચલ માર્શની પહેલી T20 ઇન્ટરનૅશનલ સદીના આધારે ૧૮ ઓવરમાં ૭ વિકેટે ૧૬૦ રન કરીને ૩ વિકેટે મૅચ જીતી લીધી હતી
T20 સિરીઝની ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતા ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ
ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની T20 સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી છે. ઑસ્ટ્રેલિયા પહેલી મૅચ ૬ વિકેટે જીત્યા બાદ બીજી મૅચ વરસાદને કારણે રદ રહી હતી. યજમાન ટીમે ૯ વિકેટ ગુમાવીને માંડ-માંડ ૧૫૬ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ કૅપ્ટન મિચલ માર્શની પહેલી T20 ઇન્ટરનૅશનલ સદીના આધારે ૧૮ ઓવરમાં ૭ વિકેટે ૧૬૦ રન કરીને ૩ વિકેટે મૅચ જીતી લીધી હતી.
૧૯૮.૦૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૮ ફોર અને ૭ સિક્સરની મદદથી બાવન બૉલમાં ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમનાર મિચલ માર્શ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે ૧૯૭ રન કરી પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ પણ જીત્યો હતો. ભારત સામે ડિસેમ્બર ૨૦૨૩માં સિરીઝ હાર્યા બાદ આ ફૉર્મેટમાં સતત ૮ દ્વિપક્ષીય સિરીઝથી અપરાજિત છે. ૨૦૨૪માં માત્ર ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી.


