Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અભિષેક શર્માના ગાજ્યા મેઘ ફાઇનલમાં વરસશે?

અભિષેક શર્માના ગાજ્યા મેઘ ફાઇનલમાં વરસશે?

Published : 07 March, 2026 04:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 ક્રિકેટમાં જગતમાં નંબર વન પર બિરાજતો આ ડાબોડી બૅટર આ વર્લ્ડ કપમાં ૭ મૅચમાં માત્ર ૮૯ રન કરી શક્યો છે...

ભારતીય ઓપનર અભિષેક શર્માને મામૂલી સ્કોર પર કૅચ આઉટ કરાવીને ઉજવણી કરતો ઈંગ્લૅન્ડનો સ્પિન ઑલરાઉન્ડર વિલ જૅક્સ

ભારતીય ઓપનર અભિષેક શર્માને મામૂલી સ્કોર પર કૅચ આઉટ કરાવીને ઉજવણી કરતો ઈંગ્લૅન્ડનો સ્પિન ઑલરાઉન્ડર વિલ જૅક્સ


મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે સંઘર્ષમય શરૂઆત કર્યા બાદ અંતે ફાઇનલ મૅચમાં એન્ટ્રી મારી છે. જોકે ભારત માટે દ્વિપક્ષીય T20 સિરીઝમાં ધમાલ મચાવતા અભિષેક શર્માનું પ્રદર્શન ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે. જોરદાર બૅટિંગ માટે જાણીતા અભિષેક શર્માએ વર્લ્ડ કપમાં ઝીરોની હૅટ-ટ્રિક કર્યા બાદ માત્ર એક ફિફટી નોંધાવી છે. ICC T20 રૅન્કિંગ્સમાં પહેલો ક્રમ ધરાવતો અભિષેક શર્મા ૭ મૅચમાં ૧૨.૭૧ની ઍવરેજ અને ૧૩૦.૧૮ના સ્ટ્રાઇક-રેટથી માત્ર ૮૯ રન કરી શક્યો છે.

T20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માનું પ્રદર્શન

અમેરિકા સામે : ૧ બૉલમાં ઝીરો 
પાકિસ્તાન સામે : ૪ બૉલમાં ઝીરો 
નેધરલૅન્ડ્સ સામે : ૩ બૉલમાં ઝીરો 
સાઉથ આફ્રિકા સામે : ૧૨ બૉલમાં ૧૫ રન 
ઝિમ્બાબ્વે સામે : ૩૦ બૉલમાં ૫૫ રન
વેસ્ટ ઇન્ડીઝ સામે : ૧૧ બૉલમાં ૧૦ રન
ઇંગ્લૅન્ડ સામે : ૭ બૉલમાં ૯ રન 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK