મનીષ અમન પશ્ચિમ બંગાળના કલ્યાણી નામના શહેરમાં આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં MBBSનો છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે.
રૂમનું મહિને ભાડું માત્ર ૧૫ રૂપિયા અટૅચ્ડ બાથરૂમ સાથે
મુંબઈ, બૅન્ગલોર, ગુરુગ્રામ જેવાં શહેરોમાં ઘર માટે તોતિંગ ભાડું આપવું પડે છે; પણ પશ્ચિમ બંગાળમાં મનીષ અમન નામનો બિહારી યુવાન એક રૂમનું મહિને ભાડું માત્ર ૧૫ રૂપિયા ચૂકવે છે. એ રૂમ પણ અટૅચ્ડ બાથરૂમવાળી છે. મનીષ અમન પશ્ચિમ બંગાળના કલ્યાણી નામના શહેરમાં આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં MBBSનો છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે. સાડાપાંચ વર્ષમાં મનીષે માત્ર ૫૮૫૬ રૂપિયાનું ભાડું ભર્યું છે અને એમાંથી ૧૫૦૦ રૂપિયા રીફન્ડેબલ છે.

