પછી તે ક્લિપનું આખું પૅકેટ બતાવે છે અને એમાંથી એક ક્લિપ લઈને જાણે સિગારેટ હોય એમ બે આંગળીની વચ્ચે પકડે છે.
સિગારેટ છે કે હેર-ક્લિપ
વાઇટ અને ઑરેન્જ રંગનું કૉમ્બિનેશન કરીને બનતી એક સિગારેટ જેવી દેખાતી હેર-ક્લિપનો વિડિયો વાઇરલ થયો છે. રાજુ લામા તમાંગ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ રીલ શૅર કરીને ક્રીએટિવ એક્સેસરીઝ કેટલી અનયુઝવલ હોય છે એ બતાવ્યું છે. વિડિયોમાં પહેલાં વાળમાં સિગારેટ પહેરી હોય એવું દેખાય છે. એ પછી તે ક્લિપનું આખું પૅકેટ બતાવે છે અને એમાંથી એક ક્લિપ લઈને જાણે સિગારેટ હોય એમ બે આંગળીની વચ્ચે પકડે છે.

