આખરે સ્તુતિએ કાર છોડીને બીજા રસ્તેથી ટૂ-વ્હીલર પર બેસીને પાર્ટી-પ્લૉટ પહોંચવાનું નક્કી કર્યું.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વડોદરામાં આમ તો ટ્રાફિક જૅમની તકલીફ ઓછી જોવા મળે છે, પરંતુ એક દુલ્હને સમયસર લગ્નના સ્થળે પહોંચવા માટે કારની સુકૂનભરી રાઇડ છોડીને ટૂ-વ્હીલરનો સહારો લેવો પડ્યો હતો. સ્તુતિ શેઠ નામની યુવતીનાં લગ્ન હતાં અને તે વેડિંગના પાર્ટી-પ્લૉટ પર પહોંચવા માટે કારમાં જઈ રહી હતી. જોકે આજવા રોડ પર કરેલા ખોદકામને કારણે ટ્રાફિક જૅમ લાગી ગયો હતો. તેણે ૪૫ મિનિટ સુધી કારમાં રાહ જોઈ, પરંતુ લાઇન અને જૅમ એટલાં લાંબાં હતો કે કેમેય એમાંથી નીકળી શકાય એવું લાગતું નહોતું. જે ટ્રાવેલિંગ માત્ર પંદરથી ૨૦ મિનિટમાં પૂરું થઈ જાય એમ હતું એને બદલે તે એક કલાકથી કારમાં બેઠી હતી અને એ પછી પણ અડધું અંતર કપાયું નહોતું. આગળ ૩ બસ ફસાઈ ગઈ હતી અને ખોદકામને કારણે રોડને વન-વે કરી દીધો હતો એટલે કારને ન તો આગળ વધારી શકાય એમ હતી, ન તો પાછી વાળી શકાય એમ હતી. પોણો કલાક એક જ જગ્યાએ ઊભા રહ્યા પછી આખરે સ્તુતિએ કાર છોડીને બીજા રસ્તેથી ટૂ-વ્હીલર પર બેસીને પાર્ટી-પ્લૉટ પહોંચવાનું નક્કી કર્યું. તેણે એ રોડ પરથી નીકળીને સ્કૂટર પર જઈ રહેલા લોકો પાસે લિફ્ટ માગી અને લિફ્ટ લઈને ત્યાંથી ઝટપટ વેડિંગના સ્થળે પહોંચી હતી.
