Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું અહીંથી હિંમત અને જોશનું ઇન્જેક્શન લઈને જવા ઇચ્છું છું

હું અહીંથી હિંમત અને જોશનું ઇન્જેક્શન લઈને જવા ઇચ્છું છું

Published : 01 March, 2026 01:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅરાલિમ્પિક ચૅમ્પિયન્સ અવનિ લેખરા અને પ્રવીણ કુમારને સન્માનિત કરતી વખતે શાહરુખ ખાને જોશભર્યું નિવેદન કર્યું

શાહરુખ ખાન

શાહરુખ ખાન


હાલમાં એક સમિટમાં શાહરુખ ખાને પૅરાલિમ્પિક ચૅમ્પિયન્સ અવનિ લેખરા અને પ્રવીણ કુમારને સન્માનિત કર્યાં હતાં. વ્હીલચૅરગ્રસ્ત અવનિ રાઇફલ શૂટર છે અને જન્મથી એક પગ નાનો હોવા છતાં પ્રવીણ કુમાર હાઈ જમ્પર છે. બન્ને દેશ માટે મેડલો જીતી ચૂક્યાં છે. તેમને સન્માનિત કરવાની ઇવેન્ટમાં શાહરુખે આપેલા નિવેદનની ભારે પ્રશંસા થઈ રહી છે. પોતાના નિવેદનમાં શાહરુખે કહ્યું હતું કે ‘હું અહીં અવૉર્ડ આપવા કે કોઈ ઔપચારિકતા માટે આવ્યો નથી. હું અહીં આવ્યો છું કારણ કે અમારી રોજિંદી જિંદગીમાં અમને થોડી શક્તિની જરૂર પડે છે. અમને એવાં વિટામિન્સ જોઈએ છે જે અમને આગળ વધવાની પ્રેરણા આપે. મારા મતે જીવનનાં બે સૌથી જરૂરી વિટામિન હિંમત અને જોશ છે. આજે આપણે જેમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ તેઓ હિંમત અને જોશનાં જીવંત ઉદાહરણો છે.’

શાહરુખે પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે ‘હિંમતનો અર્થ મુશ્કેલી કે અવરોધ ન હોવો નથી, પરંતુ કોઈ પણ પરિસ્થિતિને પાર કરવાની ઇચ્છા છે. જ્યારે અમે આ ખેલાડીઓને સ્પર્ધા કરતા જોયા ત્યારે લાગ્યું કે હિંમત આંખે જોઈ શકાય એવી છે. હું અહીંથી હિંમત અને જોશનું ઇન્જેક્શન લઈને જવા ઇચ્છું છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK