ટર્કીની સરકારે કહ્યું કે હમાસની પોસ્ટ સેન્સર કરવામાં આવી રહી હોવાથી અમે ઇન્સ્ટાગ્રામને જ બ્લૉક કરી દીધું છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
ટર્કીએ ઇન્સ્ટાગ્રામ બ્લૉક કરી દીધું છે. ટર્કીમાં રહેતા ઘણા યુઝર્સ અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ ઇન્સ્ટાગ્રામને ઍક્સેસ નથી કરી શકતા. ઇસ્લામિક ગ્રુપ હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઇઝરાયલે મારી નાખ્યો હતો. ટર્કીમાં ઇસ્માઇલ હાનિયાને શહીદ ગણવામાં આવી રહ્યો છે એથી ઘણા લોકો તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહ્યા હતા. જોકે આ પોસ્ટ નહોતી થઈ રહી અથવા તો એને ઇન્સ્ટાગ્રામ દ્વારા બ્લૉક કરી દેવામાં આવી હતી. આ કારણસર ટર્કીની સરકારે ઇન્સ્ટાગ્રામને જ બ્લૉક કરી દીધું છે. ટર્કીની વસ્તી ૮૫ મિલ્યન છે અને એમાંથી ૫૦ મિલ્યન ઇન્સ્ટાગ્રામ પર છે. જોકે તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ન કરી શકતાં સવાલ કરી રહ્યા હતા ત્યારે ટર્કીની સરકારે કહ્યું કે હમાસની પોસ્ટ સેન્સર કરવામાં આવી રહી હોવાથી અમે ઇન્સ્ટાગ્રામને જ બ્લૉક કરી દીધું છે.